logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

કૂકી પૉલિસી

પરિચય

આ કૂકી પૉલિસી ("પૉલિસી") જણાવે છે કે અમે તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે ખુલ્લા અને સ્પષ્ટ રહેવામાં અમે માનીએ છીએ. પારદર્શિતાની ભાવનામાં, આ પૉલિસી અમારી વેબસાઇટ અને એપ્લિકેશન (મોબાઇલ અને હાઇબ્રિડ, હવેથી આને "એપ્લિકેશન" કહેવામાં આવશે) પર કૂકીઝ અને પિક્સેલ, ટૅગ, વેબ બીકન (હવેથી આને સામૂહિક રીતે "કૂકીઝ" તરીકે ઓળખવામાં આવશે) જેવી સમાન ટ્રેકિંગ ટેક્નોલોજીનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરીએ છીએ તે વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે. આ કૂકી પૉલિસી કોઈપણ સમ્માન કેપિટલ લિમિટેડ (SCL) પ્રૉડક્ટ અથવા સેવા પર લાગુ પડે છે જે આ પૉલિસીને લિંક કરે છે અથવા સંદર્ભ દ્વારા તેને શામેલ કરે છે.

a. શું SCL કૂકીઝનો ઉપયોગ કરે છે?

SCL જ્યારે તમે SCL વેબસાઇટ/એપ્લિકેશનમાંથી કોઈનો ઉપયોગ કરો ત્યારે કૂકીઝનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે કે દરેકને શ્રેષ્ઠ અનુભવ પ્રાપ્ત થાય. મુલાકાત લેવાનું ચાલુ રાખીને અથવા અમારી સેવાઓનો ઉપયોગ કરીને, તમે આ પૉલિસીમાં વર્ણવેલ હેતુઓ માટે કૂકીઝનો ઉપયોગ સ્વીકારો છો. જો તમે કૂકીઝ અથવા પિક્સેલ પ્રાપ્ત ન કરવાનું પસંદ કરો છો, તો તમારે અમારી વેબસાઇટ/એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અથવા નીચે જણાવ્યા પ્રમાણે તમારા બ્રાઉઝિંગ અને થર્ડ પાર્ટી કૂકી સેટિંગ્સનું મૂલ્યાંકન કરવું જોઈએ.

b. કૂકીઝ અને પિક્સેલ શું છે?

કૂકીઝ વેબ બ્રાઉઝર પર માહિતીનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતા ટેક્સ્ટના નાના ભાગો છે. કૂકીઝનો ઉપયોગ કમ્પ્યુટર, ફોન અને અન્ય ઉપકરણો પર ઓળખકર્તાઓ અને અન્ય માહિતીને સંગ્રહ અને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. કૂકી ફાઇલ તમારા બ્રાઉઝરમાં સંગ્રહ કરવામાં આવી છે અને વેબસાઇટ/એપ્લિકેશન અથવા તૃતીય પક્ષને તમને ઓળખવા અને તમારી આગામી મુલાકાતને સરળ બનાવવા અને વેબસાઇટ/એપ્લિકેશનને તમારા માટે વધુ ઉપયોગી બનાવવાની મંજૂરી આપે છે. કૂકીઝ SCLને તમને વધુ સારી અને વધુ કાર્યક્ષમ રીતે સેવા આપવાની અને અમારી સાઇટ પર તમારા અનુભવને વ્યક્તિગત કરવાની મંજૂરી આપે છે. પિક્સેલ એ વેબ પેજ પર અથવા ઇમેઇલ નોટિફિકેશનમાં કોડની નાની માત્રા છે. ઘણી સેવાઓ કરે છે તેમ, તમે ચોક્કસ વેબ અથવા ઇમેઇલ સામગ્રી સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી છે કે નહીં તે જાણવા માટે અમે પિક્સેલનો ઉપયોગ કરીએ છીએ. આ અમને અમારી સેવાઓને માપવા અને સુધારવામાં અને તમારા અનુભવને વ્યક્તિગત કરવામાં મદદ કરે છે.

c. કૂકીનો ઉપયોગ શેના માટે થાય છે?

જ્યારે તમે અમારી વેબસાઇટની મુલાકાત લો અથવા અમારી એપ્લિકેશનો ડાઉનલોડ કરો છો, ત્યારે અમે તમારા બ્રાઉઝરમાં ઘણી કૂકીઝ મૂકી શકીએ છીએ. આને ફર્સ્ટ પાર્ટી કૂકીઝ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે તમે વેબસાઇટની અંદર એક પેજથી બીજા પેજ પર નેવિગેટ કરો ત્યારે સત્રની માહિતી જાળવી રાખવા માટે સક્ષમ બનાવવા માટે તે જરૂરી છે. ઉદાહરણ તરીકે, અમે અમારી વેબસાઇટ પર કૂકીઝનો ઉપયોગ મુલાકાતી અને વપરાશકર્તાની પ્રાથમિકતાઓને સમજવા, તેમના અનુભવને બહેતર બનાવવા અને વપરાશ, નેવિગેશનની અને અન્ય આંકડાકીય માહિતીને ટ્રૅક કરવા અને વિશ્લેષણ કરવા માટે કરીએ છીએ. આ ઉપરાંત, કૂકીઝ અમને તમારા માટે SCL સાઇટ પર અને તેની બહાર બંને પર જાહેરાત લાવવાની અને તમારા માટે કસ્ટમાઇઝ્ડ સુવિધાઓ લાવવાની મંજૂરી આપે છે. તમે વ્યક્તિગત બ્રાઉઝર સ્તરે કૂકીઝના ઉપયોગને નિયંત્રિત કરી શકો છો. જો તમે કૂકીને સક્રિય નહીં કરવાનું અથવા પછીથી કૂકીઝને નિષ્ક્રિય કરવાનું પસંદ કરો છો, તો પણ તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, પરંતુ વેબસાઇટની કેટલીક સુવિધાઓ અથવા ક્ષેત્રોનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા મર્યાદિત હોઈ શકે છે.

અમે નીચેની વિગતો મુજબ વેબસાઇટ્સ/એપ્લિકેશનો પર કૂકીઝની કોઈપણ શ્રેણીઓનો ઉપયોગ કરી શકીએ છીએ. દરેક કૂકી નીચેની ચાર શ્રેણીઓમાંથી એકની અંદર આવે છે:

શ્રેણી
શુલ્ક
1. આવશ્યક કૂકીઝ
આવશ્યક કૂકીઝ (ફર્સ્ટ પાર્ટી કૂકીઝ) ને કેટલીક વખત "સખત રીતે જરૂરી" કહેવામાં આવે છે કારણ કે તેમના વગર અમે વેબસાઇટ પર જરૂરી ઘણી સેવાઓ પ્રદાન કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, જયારે તમે વેબસાઇટ પર આંટાફેરા કરો છો ત્યારે આવશ્યક કૂકીઝ તમારી પ્રાથમિકતાઓને યાદ રાખવામાં મદદ કરે છે. આવશ્યક કૂકીઝ તમને વેબસાઇટમાં લૉગ ઇન કરીને પણ રાખે છે. તેમના વિના લૉગ-ઇનની કાર્યક્ષમતા કામ કરશે નહીં.
2. વિશ્લેષણ કૂકીઝ
આ કૂકીઝ SCL અને પાર્ટનર વેબસાઇટ/એપ્લિકેશનોની મુલાકાતો વિશેની માહિતીને ટ્રૅક કરે છે જેથી અમે સુધારા કરી શકીએ અને અમારા પરફોર્મન્સને રિપોર્ટ કરી શકીએ. ઉદાહરણ તરીકે: વધુ સંબંધિત સામગ્રી પ્રદાન કરવા અથવા અમુક પ્રવૃત્તિઓ સૂચવવા માટે મુલાકાતી અને યૂઝરના વર્તનનું વિશ્લેષણ કરવું. તેઓ મુલાકાતીઓ વેબસાઇટ્સનો ઉપયોગ કેવી રીતે કરે છે, યૂઝર કઈ સાઇટ પરથી આવ્યા હતા, દરેક યૂઝરની મુલાકાતોની સંખ્યા અને વેબસાઇટ્સ પર કોઈ યૂઝર કેટલા સમય સુધી રહે છે, તે વિશેની માહિતી એકત્રિત કરે છે. યૂઝર્સ તેમની સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે તે જોવા માટે અમે વિશ્લેષણ કૂકીઝનો ઉપયોગ નવા જાહેરાતો, પેજ અથવા સુવિધાઓનું પરીક્ષણ કરવા માટે પણ કરી શકીએ છીએ.
3. કાર્યક્ષમતા અથવા પ્રાથમિકતા કૂકીઝ
વેબસાઇટ્સ/એપ્લિકેશનોની મુલાકાત દરમિયાન, કૂકીઝનો ઉપયોગ અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમે દાખલ કરેલી માહિતી અથવા તમારા દ્વારા કરેલી પસંદગીઓ (જેમ કે તમારું યુઝરનેમ, ભાષા અથવા તમારા પ્રદેશ) ને યાદ રાખવા માટે કરવામાં આવે છે. તમારા SCLના ઉપયોગને ઑપ્ટિમાઇઝ કરવા માટે વેબસાઇટને વ્યક્તિગત કરતી વખતે તેઓ તમારી પસંદગીઓને પણ સાચવે છે. આ પ્રાથમિકતાઓ યાદ રાખવામાં આવે છે, સતત કૂકીઝનો ઉપયોગ કરીને, અને આગામી વખતે તમે વેબસાઇટની મુલાકાત લો ત્યારે તમારે તેમને ફરીથી સેટ કરવાની જરૂર પડશે નહીં.
4. ટાર્ગેટિંગ અથવા જાહેરાત કૂકીઝ
આ કૂકીઝ થર્ડ પાર્ટી જાહેરાત પ્લેટફોર્મ અથવા નેટવર્ક અથવા SCL વેબસાઇટ/એપ્લિકેશન દ્વારા જાહેરાતો આપવા અને જાહેરાતના પ્રદર્શનને ટ્રૅક કરવા માટે મૂકવામાં આવે છે, જેથી જાહેરાત નેટવર્કને જાહેરાતો આપવા સક્ષમ બનાવી શકાય જે તમારી પ્રવૃત્તિઓ પર આધારિત તમને સંબંધિત હોઈ શકે (આને કેટલીકવાર વેબસાઇટ પર "વર્તન" "ટ્રેકિંગ" અથવા "લક્ષ્યિત" જાહેરાત કહેવામાં આવે છે). ત્યારબાદ તેઓ તમને SCL વેબસાઇટ અને અન્ય વેબસાઇટ પર, એવી જાહેરાત આપવા તમને ટાર્ગેટ કરવા માટે તમારી મુલાકાત વિશેની માહિતીનો ઉપયોગ કરી શકે છે જેમાં તમે રુચિ ધરાવતા હોઈ શકો છો. ઉદાહરણ તરીકે, આ કૂકીઝ યાદ રાખે છે કે ક્યા બ્રાઉઝર્સએ વેબસાઇટ્સની મુલાકાત લીધી છે

આ ઉપરાંત, કેટલા વ્યક્તિગત વપરાશકર્તાઓ આ વેબસાઇટ/એપ્લિકેશનોને અને કેટલી વાર ઍક્સેસ કરે છે તે ટ્રૅક કરવા માટે SCL મુલાકાતીઓની સંખ્યા અને પરફોર્મન્સ કૂકીઝની ગણતરી કરવા માટે વેબ બીકન અથવા ટ્રૅકિંગ પિક્સેલનો ઉપયોગ કરે છે. આ માહિતીનો ઉપયોગ માત્ર આંકડાકીય હેતુઓ માટે કરવામાં આવે છે અને SCLનો હેતુ આવી માહિતીનો ઉપયોગ કોઈપણ વપરાશકર્તાને વ્યક્તિગત રીતે ઓળખવા માટે કરવાનો નથી. જો કે, જો તમે આ વેબસાઇટ/એપ્લિકેશનોમાં રજિસ્ટર અને સાઇન ઇન કર્યું હોય, તો SCL આ માહિતીને તેની વેબ એનાલિટિક્સ સેવાઓ અને કૂકીઝની સાથે જોડી શકે છે જેથી તમે આ વેબસાઇટ/એપ્લિકેશનોનો ઉપયોગ કેવી રીતે કરો છો તેનું વધુ વિગતવાર વિશ્લેષણ કરી શકે છે.

d. કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?

અમે અમારી વેબસાઇટ/એપ્લિકેશન પર કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ સાઇટ્સની મુલાકાત લેનાર કોઈપણ બ્રાઉઝર અમારી પાસેથી કૂકીઝ પ્રાપ્ત કરશે જે અમને વધુ ઝડપથી તમને ઓળખવામાં મદદ કરે છે જયારે ફરીથી તમે પાછા આવો છો. કૂકીઝ અમને નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે કયો પેજ અથવા કઈ માહિતી છે જે તમને અમારી પોતાની વેબસાઇટ્સ/એપ્લિકેશનો પર સૌથી ઉપયોગી અથવા રસપ્રદ લાગે છે.

  • ઑનલાઇન એનાલિટિક્સના હેતુઓ: અમે SCL પર વેબ એનાલિટિક્સ સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ગૂગલ એનાલિટિક્સ. આ સેવાઓ અમને વિશ્લેષણ કરવામાં મદદ કરે છે કે વપરાશકર્તાઓ કેવી રીતે સેવાઓનો ઉપયોગ કરે છે, જેમાં તમે જે થર્ડ પાર્ટી વેબસાઇટ/એપ્લિકેશનોથી આવો છો, તેની નોંધ લેવી શામેલ છે. ટેક્નોલોજી દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી આવી સેવા પ્રદાતાઓને સીધી જાહેર કરવામાં આવશે અથવા તેના દ્વારા એકત્રિત કરવામાં આવશે, જે સેવાઓના તમારા ઉપયોગનું મૂલ્યાંકન કરવા માટે માહિતીનો ઉપયોગ કરે છે. અમે નીચેના વિભાગમાં વર્ણવ્યા અનુસાર, ઑનલાઇન માર્કેટિંગ સંબંધિત કેટલાક હેતુઓ માટે ગૂગલ એનાલિટિક્સનો પણ ઉપયોગ કરીએ છીએ.

  • જાહેરાત અને અન્ય લક્ષ્ય હેતુઓ: કૂકીઝ અમને તમને વધુ અસરકારક રીતે સંબંધિત જાહેરાતોની સેવા આપવામાં મદદ કરે છે. તેઓ અમને જાહેરાતકર્તાઓ માટે એકંદર ઑડિટિંગ, સંશોધન અને રિપોર્ટિંગ પ્રદાન કરવામાં, અમારી સેવાને સમજવામાં અને સુધારવામાં અને તમને કયારે સામગ્રી બતાવવામાં આવી છે તે જાણવામાં પણ મદદ કરે છે. અમે થર્ડ પાર્ટી પ્રકાશકની વેબસાઇટ/એપ્લિકેશનો પર SCL જાહેરાતો પ્રદાન કરવા માટે - વેબસાઇટ/એપ્લિકેશન એનાલિટિક્સ અને જાહેરાત ભાગીદારો સાથે કામ કરીએ છીએ, જેમાં શામેલ છે પણ આના સુધી જ સીમિત નથી; ગૂગલ, ફેસબુક, લિંક્ડ-ઇન, ટ્વિટર, ગૂગલ ડબલ ક્લિક, ઇનમોબી, એડસેન્સ, સેન્સડિજિટલ, લીડ બોલ્ટ, પૈસા બજાર, મૅજિક બ્રિક્સ, પ્રોપ ટાઇગર વગેરે - આ પાર્ટનરો તમારા ડિવાઇસના વેબ બ્રાઉઝર પર કૂકીઝ સેટ કરી શકે છે. કૂકીઝ અમારા ભાગીદારોને તમારા કમ્પ્યુટરને ઓળખવાની મંજૂરી આપે છે જેથી ઍડ સર્વર તમને ઇન્ટરનેટ પર અન્ય સ્થળે SCL જાહેરાતો બતાવી શકે છે અને જેથી SCL સેવાઓનો ઉપયોગ કરતી વખતે અમારા એનાલિટિક્સ સૉફ્ટવેર તમારા જોડાણ અને ક્રિયાપ્રતિક્રિયાઓને માપી શકે. આ રીતે, ઍડ સર્વર તમે અથવા તમારા કમ્પ્યુટરના અન્ય લોકો ક્યાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં છો, અમારી જાહેરાતો જોઈ છે, તમે અમારી જાહેરાતો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી છે કે નહીં અને SCL વેબસાઇટ/એપ્લિકેશનો અને એપ્લિકેશનોની આગામી મુલાકાતો પર કરવામાં આવેલી ક્રિયાઓ વિશેની અનામી, ઓળખાણ હટાવેલી માહિતી સંકલિત કરી શકે છે. આ માહિતી એક જાહેરાત નેટવર્કને લક્ષિત જાહેરાતો પ્રદાન કરવાની મંજૂરી આપે છે કે તેઓ માને છે કે તેઓ તમને સૌથી વધુ રુચિકર લાગી શકે છે અને તે SCLને અમારા જાહેરાત અભિયાનો અને અમારી વેબસાઇટ/એપ્લિકેશનોની ઉપયોગિતાને ઑપ્ટિમાઇઝ કરવાની મંજૂરી આપે છે. અન્ય શબ્દોમાં, જાહેરાતકર્તાઓ અથવા અન્ય ઑનલાઇન જાહેરાત નેટવર્ક માટે, અમે અમારા ઑનલાઇન જાહેરાતો વિશેના ડેટાના સંબંધમાં એનાલિટિક્સ ડેટાનો ઉપયોગ કરીએ છીએ જે ગૂગલ, ફેસબુક, લિંક્ડ-ઇન, ટ્વિટર, ગૂગલ ડબલ ક્લિક, ઇનમોબી, એડસેન્સ, સેન્સડિજિટલ, લીડ બોલ્ટ, પૈસા બજાર, મૅજિક બ્રિક્સ, પ્રોપ ટાઇગર વગેરે જેવા ઉકેલોનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવ્યો છે. આમ કરીને, અમે સમજી શકીએ છીએ કે અમારી જાહેરાતને જોયા પછી અનામી વપરાશકર્તાઓએ કેવી રીતે અમારી / એપ્લિકેશનો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી હતી.

e. SCL કઈ થર્ડ-પાર્ટી કૂકીઝનો ઉપયોગ કરે છે?

કૃપા કરીને નોંધ કરો કે થર્ડ પાર્ટી (વેબ ટ્રાફિક વિશ્લેષણ સેવાઓ જેવી બાહ્ય સેવાઓના જાહેરાત નેટવર્ક અને પ્રદાતાઓ) પણ અમારી સેવાઓ પર કૂકીઝનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત, નોંધ કરો કે કૂકીઝ, પિક્સેલ અને સમાન ટેક્નોલોજીસના નામો સમય જતાં બદલાઈ શકે છે. અમે સેવા જાહેરાતમાં અમને મદદ કરવા માટે વિશ્વસનીય ભાગીદારોનો ઉપયોગ કરીએ છીએ, જે તમારા ડિવાઇસ પર કૂકીઝ મૂકી શકે છે. અમે સોશિયલ નેટવર્કમાંથી પણ અમારા પોતાના પેજમાં સામગ્રી લઈએ છીએ, જેમ કે એમ્બેડેડ ફેસબુક ફીડ. ફેસબુક, ગૂગલ વગેરે જેવા સોશિયલ નેટવર્ક પણ તમારા મશીન પર કૂકીઝ મૂકી શકે છે. જો કોઈ વપરાશકર્તા અમારી વેબસાઇટ/એપ્લિકેશનો દ્વારા ફેસબુક, ટ્વિટર અથવા ગૂગલ+ માં લૉગ ઇન કરે છે, તો તેઓ વપરાશકર્તાના ઉપકરણ પર કૂકી મૂકશે. આ તેની સમાન પ્રક્રિયા છે જેમ કે વપરાશકર્તા સીધા આ સોશિયલ નેટવર્કોમાં લૉગ ઇન કરે છે. અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેનું વિશ્લેષણ કરવામાં અમારી મદદ કરવા માટે અમે અમારી સેવાઓ પર ગૂગલ એનાલિટિક્સ અને સમાન ઉકેલોનો પણ ઉપયોગ કરીએ છીએ. તે ગ્રાહકની ક્રિયાપ્રતિક્રિયાઓને ટ્રૅક કરવા માટે પરફોર્મન્સ કૂકીઝનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, કૂકીઝનો ઉપયોગ કરીને, ગૂગલ અમને જણાવી શકે છે કે અમારા વપરાશકર્તાઓ કયા પેજ જુએ છે, સૌથી લોકપ્રિય શું છે, અમારી વેબસાઇટ/એપ્લિકેશનોની મુલાકાત દિવસના કયા સમયે લેવામાં આવે છે, શું મુલાકાતીઓ પહેલાં અમારી વેબસાઇટ પર આવ્યા છે, કઈ વેબસાઇટ દ્વારા મુલાકાતીઓને અમારી વેબસાઇટ/એપ્લિકેશનો અને અન્ય સમાન માહિતીનો સંદર્ભ આપવામાં આવ્યો છે. આ બધી માહિતી અનામીકૃત હોય છે. અમારી સલાહ છે કે તમારે આ બાહ્ય સેવાઓ માટે તેમની સંબંધિત ગોપનીયતા નીતિઓ તપાસવી જોઈએ જેથી તમને આ સંસ્થાઓ તમારા વિશે કયો ડેટા રાખે છે અને તેઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તે સમજવામાં મદદ મળશે.

ફેસબુક: https://www.facebook.com/policy.php

ઍડસેન્સ: https://policies.google.com/technologies/ads

ગૂગલ એનાલિટિક્સ: http://www.google.com/analytics/learn/privacy.html

ગૂગલ ટેગ મેનેજર: https://www.google.com/analytics/tag-manager/faq/

ગૂગલ+: https://www.google.com/policies/privacy/

ટ્વિટર: https://twitter.com/en/privacy.

ગૂગલ ડબલ ક્લિક: https://support.google.com/dfp_premium/answer/2839090?hl=en

તમારી પસંદગીઓ

મોટાભાગના બ્રાઉઝર તમને તેમની સેટિંગ્સની પ્રાથમિકતાઓ દ્વારા કૂકીઝને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. જો કે, જો તમે આ કૂકીઝને બંધ કરવાનું પસંદ કરો છો તો પણ તમને હજુ પણ ઇન્ટરનેટ પર જાહેરાત દેખાશે પરંતુ તે તમારી રૂચી પ્રમાણે તૈયાર કરવામાં આવશે નહીં. તેનો અર્થ એવો નથી કે જ્યારે તમે ઑનલાઇન હોવ ત્યારે તમને કોઈ જાહેરાતો આપવામાં આવશે નહીં. જ્યારે અમે અગાઉના વિભાગમાં (વિભાગ Dનો સંદર્ભ લો) જાહેરાત કૂકીઝને લક્ષ્ય બનાવવા અથવા તેનો ઉપયોગ કરવામાં શામેલ મોટાભાગના તૃતીય પક્ષોનો ઉલ્લેખ કર્યો છે, સૂચિ સંપૂર્ણ નથી અને તે ફેરફારને આધિન છે. તેથી, જો તમે કૌંસમાં આપેલ વિભાગમાં (વિભાગ Dનો સંદર્ભ લો) દર્શાવેલ તમામ થર્ડ પાર્ટી કૂકીઝને બંધ કરવાનું પસંદ કરો છો, છતાંય તમને હજુ પણ અનુકૂળ જાહેરાતો અને ભલામણો પ્રાપ્ત થઈ શકે છે. તમારા ડિવાઇસ પર કઈ કૂકીઝ સેટ કરવામાં આવી છે તેને તમે ઘણી બધી રીતે મેનેજ કરી શકો છો. જો કે, આવશ્યક કૂકીઝ નિષ્ક્રિય કરી શકાતી નથી. જો તમે ચોક્કસ કૂકીઝને ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી આપતા નથી, તો તમે વેબસાઇટ/એપ્લિકેશનને ઍક્સેસ કરી શકશો નહીં અને/અથવા કાર્યક્ષમતા, સુવિધાઓ અથવા સેવાઓમાં અવરોધ આવી શકે છે. તમે આ પ્રકારની કૂકીને તમે ઉપયોગમાં લઈ રહ્યા છો તે વેબ બ્રાઉઝર પરની ગોપનીયતા સેટિંગ્સમાંથી પણ મેનેજ કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો કે જો તમે તમામ કૂકીઝને બ્લૉક કરવા માટે તમારા બ્રાઉઝર સેટિંગ્સનો ઉપયોગ કરો છો તો તમે અમારી અથવા અન્યની વેબસાઇટના ભાગોને ઍક્સેસ કરી શકતા નથી. કૃપા કરીને વધુ માહિતી માટે નીચે જુઓ.

તમારી કૂકી સેટિંગ્સને બદલવી: તમારી કૂકીઝ સેટિંગ્સને બદલવા માટેની બ્રાઉઝર સેટિંગ્સ સામાન્ય રીતે તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરના 'વિકલ્પો' અથવા 'પસંદગીઓ' નામના મેનુમાં મળે છે. આ સેટિંગ્સને સમજવા માટે, નીચેની લિંક્સ ઉપયોગી હોઈ શકે છે. અન્યથા, તમને વધુ વિગતો માટે તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરમાં 'મદદ' વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ.

ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં કૂકી સેટિંગ્સ

ફાયરફૉક્સમાં કૂકી સેટિંગ્સ

ક્રોમમાં કૂકી સેટિંગ્સ

સફારીમાં કૂકી સેટિંગ્સ

વધારે માહિતી: કઈ કૂકીઝ સેટ કરવામાં આવી છે અને તેમને કેવી રીતે મેનેજ અને હટાવવી તે સહિત કૂકીઝ વિશે વધુ જાણવા માટે, આ સાઇટની મુલાકાત લો www.allaboutcookies.org. તમે અન્ય કંપનીની રૂચિ-આધારિત જાહેરાતો પ્રાપ્ત કરવાનું બંધ કરવા વિશે આ સાઇટની મુલાકાત લઈ શકો છો optout.aboutads.info અને www.networkadvertising.org/choices. આ ઉપરાંત, કેટલાક થર્ડ પાર્ટી જાહેરાત નેટવર્ક, જેમ કે ફેસબુક (પિક્સેલ્સ) અને ગૂગલ, યૂઝરને તમારા ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સાથે સંકળાયેલી પસંદગીઓમાંથી બહાર નીકળવા અથવા કસ્ટમાઇઝ કરવાની પરવાનગી આપે છે. ગૂગલની આ સુવિધા વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો. ફેસબુક પિક્સેલ વિશે વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો.

logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
અમારા વિશે
પ્રોડક્ટ
કેલક્યુલેટર
સંસાધન કેન્દ્ર
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
icon
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી