દરેક હોમ લોનની મુસાફરી એ સમજવાથી શરૂ થાય છે કે આગળ શું છે, ખાસ કરીને જ્યારે માસિક ચુકવણીની વાત આવે છે. અમારું EMI કેલ્ક્યુલેટર માત્ર એક સાધન કરતાં ઘણું વધુ છે; આ તમારું ઘરનું સપનું સાકાર કરવા માટેનું તમારું પ્રથમ પગલું છે. તે તમને તમારી ભવિષ્યની નાણાંકીય સ્થિતિ અંગે જાણવા અને દર મહિને તમે તમારા ઘર માટે કેટલું યોગદાન આપશો એ જાણવામાં મદદ કરે છે.
યાદ રાખો, જ્યારે અમારું કેલ્ક્યુલેટર તમને તમારા નાણાંકીય ભવિષ્યની ઝલક આપે છે, તે વિગતવાર સ્પષ્ટીકરણ નહીં પણ સામાન્ય ચિતાર આપે છે - તમારા પ્લાનિંગને માર્ગદર્શન આપવાનો અંદાજ. સમ્માન કેપિટલ સાથે, તમે માત્ર તમારા EMI ની જ ગણતરી નથી કરતા; પરંતુ તમારા ભવિષ્યના ઘરની બ્લૂપ્રિન્ટ મેળવી રહ્યા છો.
તે કેવી રીતે કરવામાં આવે છે?
"તમારી EMI રકમ નીચે જણાવેલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે:
P x R x (1+R)^N / [(1+R)^N-1] જ્યાં:
P = લોનની મુદ્દલની રકમ N = લોનની મુદત (મહિનામાં) R = માસિક વ્યાજ દર
તમારી લોનના વ્યાજના દર (R)ની ગણતરી દર મહિને કરવામાં આવે છે. R = વાર્ષિક વ્યાજ દર/12/100 એટલે કે, જો વ્યાજનો વાર્ષિક દર 7.2% હોય તો R = 7.2/12/100 = 0.006
તેને એક ઉદાહરણ વડે વધુ સારી રીતે સમજો: જો તમે 7.2% ના વાર્ષિક વ્યાજ દરે ₹10,00,000 ઉધાર લો છો, તો તમારો માસિક દર (R) 0.006 થાય છે (એટલે કે 7.2% ને 12 વડે ભાગવામાં આવે છે, પછી 100 વડે ભાગવામાં આવે છે)
તમારી EMIની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે : EMI= ₹10,00,000 * 0.006 * (1 + 0.006)120 / ((1 + 0.006)120 - 1) = ₹11,714. ચૂકવવાપાત્ર કુલ રકમ ₹11,714 * 120 = ₹14,05,703 હશે. આમાં ₹10,00,000 ની મૂળ લોન રકમ અને ₹4,05,703 ની વ્યાજની રકમનો સમાવેશ થશે"