logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

ગોપનીયતા નીતિ

ગોપનીયતા નીતિ

સમ્માન કેપિટલ લિમિટેડ (હવે પછી "અમે", "અમને" વગેરે તરીકે ઓળખાશે), કંપની અધિનિયમ, 1956 ની જોગવાઈઓ હેઠળ સંસ્થાપિત એક કંપની, જેની રજીસ્ટર્ડ ઑફિસ M-62 અને 63, પહેલો માળ, કનોટ પ્લેસ, નવી દિલ્હી – 110 001 ખાતે આવેલી છે અને જેનો કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર L65922DL2005PLC136029 છે, અમારા માટે તમારો વિશ્વાસ મૂલ્યવાન છે અને તમારા ગોપનીયતાના અધિકારનો આદર કરીએ છીએ.

આ પ્રાઇવસી પૉલિસી અમે તમારો ડેટા કેવી રીતે એકત્રિત, સંગ્રહિત અને ઉપયોગમાં લઇએ છીએ તે વિશેની વિગતો પ્રદાન કરે છે. તમને આ પ્રાઇવસી પૉલિસી કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ પ્રાઇવસી પૉલિસીની શરતો સાથે સંમત નથી, તો સમ્માન કેપિટલ વેબસાઇટ કે સમ્માન કેપિટલ એપ્લિકેશનો ઉપયોગ નહીં કરવા વિનંતી.

જનરલ

આ પ્રાઇવસી પૉલિસી સમ્માન કેપિટલની વેબસાઇટ અને એપ્લિકેશનો (મોબાઇલ અને હાઇબ્રિડ, હવે પછી અહીં "એપ્લિકેશનો" તરીકે ઉલ્લેખવામાં આવશે) ને લાગુ પડે છે. આ પ્રાઇવસી પૉલિસી અમારી સેવાઓનો લાભ લેવા માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર, મોબાઇલ ફોન, ટૅબ્લેટ તેમજ ટેલિવિઝન અથવા અન્ય કોઈપણ માધ્યમ કે કમ્પ્યુટર સંસાધનના ઉપયોગ સમયે લાગુ પડે છે. અમારી વેબસાઇટ/એપ્લિકેશનો પર અમારી સેવાઓના ઉપયોગ માટે રજિસ્ટર થતા વ્યક્તિઓ, જેમની ડેટા સમ્માન કેપિટલને અન્યથા તેની સેવાઓના સંબંધમાં પ્રાપ્ત થાય છે, તેમણે પણ આ લાગુ પડે છે. પ્રાઇવસી પૉલિસી કાળજીપૂર્વક વાંચવી મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે પણ તમે અમારી વેબસાઇટ/એપ્લિકેશનોનો ઉપયોગ કરો છો, ત્યારે તમારા વ્યક્તિગત ડેટા પર આ પૉલિસી મુજબ પ્રક્રિયા (જો કરવામાં આવે તો) કરવામાં આવશે.

વ્યક્તિગત ડેટા અને તેનો સંગ્રહ

વ્યક્તિગત ડેટા, એટલે કે ઓળખી શકાય તેવા અથવા ઓળખી શકાય તેવી જીવંત વ્યક્તિ ('ડેટા વિષય' અહીં તમે/તમારા તરીકે ઉલ્લેખિત છે)થી સંબંધિત કોઈપણ ડેટા જેમાં નામ, સરનામું, ટપાલ સરનામું, ટેલિફોન નંબર, ઇમેઈલ ID, ક્રેડિટ/ડેબિટ ચુકવણી સાધનો સાથે લિંક કરેલી વિગતો સહિત બેંક એકાઉન્ટની વિગતો, તમારા મોબાઇલ ફોન વિશેની માહિતી, ગ્રાહક દ્વારા સ્વૈચ્છિક રીતે પ્રદાન કરવામાં આવી હોય તેવી કોઈપણ વ્યક્તિગત વિગતો, પછી ભલે તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયા લિમિટેડ (સિબિલ) અથવા કોઈપણ અન્ય ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓ સહિત અન્ય કોઈપણ એજન્સી ( CIC) ને આપેલી વિગતો હોય, શામેલ છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી.

1. અમારી વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે એકત્રિત કરવામાં આવતી માહિતી

અમે અમારા તમામ યુઝરને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે તમારા વિશે અથવા તમારા ઉપયોગને લગતા ડેટા એકત્રિત કરીએ છીએ. ડેટા નીચે જણાવ્યા મુજબ એકત્ર કરવામાં આવે છે:- અમારી ઘણી સેવાઓનો લાભ લેવા માટે તમારે SCL પર એકાઉન્ટ માટે રજિસ્ટર/સાઇન અપ કરવું જરૂરી છે. જ્યારે તમે રજિસ્ટર/સાઇન અપ કરો છો, ત્યારે તમારું નવું અકાઉન્ટ બનાવવા / તેમાં નવી માહિતી ઉમેરવા માટે તમારું નામ, ઇમેઇલ એડ્રેસ, સંપર્ક માટેનો નંબર, દેશ, તથા તેવી અન્ય વ્યક્તિગત માહિતી પૂછવામાં આવે છે. - જ્યારે તમે કૉલ બેક કરવાનું જણાવવા કે વધુ માહિતી કે સહાય માટે કે નવી લોન માટે અપ્લાઇ કરવા માટે SCLની વેબસાઇટનો ઉપયોગ કરો છો, ત્યારે અમારા દ્વારા તમને નામ, ઇમેઇલ આઇડી અને સંપર્ક માટેનો નંબર વગેરે જેવી વ્યક્તિગત માહિતી પૂછવામાં આવે છે.- અમે તમારી વ્યક્તિગત માહિતી જેમ કે નાણાકીય વિગતો- બેંક સ્ટેટમેન્ટ, પગારનું સ્ટેટમેન્ટ, કુટુંબની વિગતો- પિતા, માતા, જીવનસાથીનું નામ વગેરે કમ્પ્લાયન્સને લગતી જરૂરીયાતોના કારણોસર એકત્રિત કરી શકીએ છીએ.- જ્યારે તમે તમારો પ્રતિભાવ જણાવવા માટે SCLની વેબસાઇટનો ઉપયોગ કરો છો, ત્યારે તમારું નામ, ટાઇટલ, ઇમેઇલ એડ્રેસ, સંપર્ક માટેનો નંબર અને દેશ તથા તેવી અન્ય વ્યક્તિગત માહિતી પૂછવામાં આવે છે. - તમે કઇ સેવાઓનો ઉપયોગ કરો છો અને કેવી રીતે ઉપયોગ કરો છો તેના વિશે અમે માહિતી એકત્રિત કરીએ છીએ. આ માહિતીમાં લોગ ડેટા અને લોકેશનના ડેટાનો સમાવેશ થાય છે.- અમે તમારી માહિતી કૅમ્પેન તેમજ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ સ્ત્રોતો દ્વારા એકત્રિત કરી શકીએ છીએ.- જ્યારે તમે SCL સાથે કમ્યુનિકેટ કરો છો અથવા અન્ય સભ્યો સાથે કમ્યુનિકેટ કરવા માટે SCL પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, ત્યારે અમે તમારા કમ્યુનિકેશન વિશેનો તથા અન્ય ડેટા જે તમારા દ્વારા પૂરો પાડવામાં આવે છે, તે ડેટા એકત્રિત કરીએ છીએ. જો તમે સમ્માન કેપિટલને એક્સેસ કરવા માટે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ વડે સાઇન ઇન કરો છો કે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટને અન્યથા સમ્માન કેપિટલની સેવાઓ સાથે કનેક્ટ કરો છો, તો તેમ કરીને તમે અમને, તમારા દ્વારા સોશિયલ મીડિયા ઇન્ટરફેસના માધ્યમથી અમને પૂરી પાડવામાં આવતી માહિતી, પ્રાઇવસી પૉલિસી અનુસાર, તે માહિતી એકઠી કરવા, સંગ્રહ કરવા તથા તેના ઉપયોગ માટે પરવાનગી આપો છો. જ્યારે તમે તમારા અકાઉન્ટને કનેક્ટ કરો છો, ત્યારે તમારા સોશિયલ મીડિયા પ્રદાતા ડેટા કેવી રીતે શેર કરે છે તે વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તેમની પ્રાઇવસી પૉલિસી વાંચો અને હેલ્પ સેન્ટરની મદદ લો.

2. અમારી એપ્લિકેશનોનો ઉપયોગ કરતાં સમયે એકત્રિત કરવામાં આવતી માહિતી

જ્યારે તમે અમારી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અથવા અમારી હાઇબ્રિડ એપ્લિકેશન (અમારી વિવિધ સેવાઓ સંબંધિત) નો ઉપયોગ કરો છો, ત્યારે નીચે જણાવ્યા મુજબની માહિતી એકત્ર કરવામાં આવે છે, - ઇમેઇલ આઇડી, નામ, સરનામું, દેશ/શહેર મોબાઈલ નંબર સમ્માન કેપિટલ એવી વ્યક્તિઓ કે જેઓ આ પ્રકારની માહિતી સ્વૈચ્છિક રીતે પ્રદાન કરે છે, તેમના સિવાયની અન્ય વ્યક્તિઓ વિશે વ્યક્તિગત ડેટા એકત્રિત કરતું નથી. આવી સ્વૈચ્છિક રીતે જાહેર કરવામાં આવતી વ્યક્તિગત માહિતી ઉપરાંત, અમે સાર્વજનિક અને વ્યવસાયિક રીતે ઉપલબ્ધ સ્રોતો (કાયદા દ્વારા પરવાનગી અનુસાર) પાસેથી તમારી માહિતીની ચકાસણી કરી શકીએ છીએ, એકત્રિત કરી શકીએ છીએ અથવા મેળવી કરી શકીએ છીએ, તથા તેને અમે તમારી પાસેથી પ્રાપ્ત થયેલ અન્ય માહિતી સાથે જોડી શકીએ છીએ. જો તમે પહેલેથી જ થર્ડ-પાર્ટી સોશિયલ નેટવર્કિંગ સેવાઓ સાથે જોડાયેલા હોવ, તો અમને તેમની પાસેથી પણ તમારા વિશે માહિતી પ્રાપ્ત થઈ શકે છે.

પ્રક્રિયાનો કાયદેસર આધાર

અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરી શકીએ છીએ કારણ કે: અમારો તમારી સાથેનો કરાર છે તમારા દ્વારા અમને તેમ કરવા માટે સ્પષ્ટ પરવાનગી આપવામાં આવેલ હશે અમારી પાસેથી કશુંક ખરીદ્યા પછી અમારા દ્વારા તમને સર્વિસ આપવામાં આવેલ હશે તમે અમારી કોઈ ઑફરનો લાભ લીધો હોવાથી અમે તમને સર્વિસ આપેલ હોવી જોઈએ કાયદાનું પાલન કરવા માટે.

વ્યક્તિગત ડેટાનો ઉપયોગ

અમે તમારા દ્વારા સ્પષ્ટપણે વિનંતી કરેલી લોન તમને પ્રદાન કરવા માટે, તમને વિવાદોનું નિરાકરણ, સમસ્યા નિવારણ, સુરક્ષિત સેવાઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરવા, અમારી સેવાઓમાં તમારી રુચિનું મૂલ્યાંકન કરવા, તમને ઑફર્સ, ઉત્પાદનો, સેવાઓ, અપડેટ્સ વિશે જાણ કરવા, તમારા અનુભવને કસ્ટમાઇઝ કરવા, ભૂલો, છેતરપિંડી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ સામે અમને શોધવા અને સુરક્ષિત કરવા, અમારા નિયમો અને શરતો વગેરેને લાગુ કરવા માટે વગેરે માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીએ છીએ.

સમ્માન કેપિટલ અથવા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા સમયાંતરે લૉન્ચ કરવામાં આવે તેવી વિવિધ સેવાઓ/સુવિધાઓ સંબંધિત ઑફર તમને પહોંચાડવા માટે પણ અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકીએ છીએ. તમને આવું કોઈપણ કમ્યુનિકેશન મોકલતા પહેલાં તમારી સંમતિ લેવામાં આવશે.

અમારા દ્વારા તમને વૈકલ્પિક ઑનલાઇન સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે કહેવામાં આવી શકે છે. આ સર્વેક્ષણોમાં તમારે સંપર્કની વિગતો અને ડેમોગ્રાફિક માહિતી (જેમ કે ઝિપ કોડ, ઉંમર, જાતિ (સ્ત્રી/પુ.) વગેરે) પૂછવામાં આવી શકે છે. આ માહિતીનો ઉપયોગ અમે સમ્માન કેપિટલમાં તમારા અનુભવને કસ્ટમાઇઝ કરવા માટે કરીએ છીએ. આ સર્વેક્ષણ વૈકલ્પિક હોવાથી, તમારા દ્વારા આપવામાં આવતી કોઈપણ વ્યક્તિગત માહિતી સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલ હશે. આ પ્રકારનો તમામ ડેટા, વ્યક્તિગત ડેટાની ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે, તમામ લાગુ કાયદાઓ અનુસાર એન્ક્રિપ્ટેડ રીતે અમારા દ્વારા સંગ્રહિત તથા સંચારિત કરવામાં આવશે અને આવા વ્યક્તિગત ડેટાને અહીં ધ્યાનમાં લેવા આવેલ રીત સિવાય વહેંચવામાં કે ઉપયોગમાં લેવામાં આવશે નહીં.

કૂકીઝ અને અન્ય ટ્રેકિંગ ટેક્નોલોજી

અમારા કેટલાક વેબ પેજીસ "કૂકીઝ" અને અન્ય ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. "કૂકી" એક નાની ટૅક્સ્ટ ફાઇલ છે જેનો આ રીતે ઉપયોગ કરી શકાય છે, ઉદાહરણ તરીકે, વેબ સાઇટની પ્રવૃત્તિ વિશે ડેટા એકત્રિત કરવા માટે. કેટલીક કૂકીઝ અને અન્ય ટેક્નોલોજી અગાઉ વેબ યૂઝર દ્વારા સૂચવેલ અનુસાર વ્યક્તિગત ડેટાને પાછો ખેચવા માટે કાર્ય કરી શકે છે. મોટાભાગના બ્રાઉઝર તમને કૂકીઝને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે, જેમાં તેમને સ્વીકારવું કે નહીં અને તેમને કેવી રીતે દૂર કરવું શામેલ છે. જો તમને કૂકી પ્રાપ્ત થઈ હોય તો તમને સૂચિત કરવા માટે મોટાભાગના બ્રાઉઝરને તમે સેટ કરી શકો છો, અથવા તમે તમારા બ્રાઉઝર સાથે કૂકીઝને બ્લૉક કરવાનું પસંદ કરી શકો છો, પરંતુ કૃપા કરીને નોંધ કરો કે જો તમે તમારી કૂકીઝને મિટાવવાનું અથવા બ્લૉક કરવાનું પસંદ કરો છો, તો તમારે વેબસાઇટના કેટલાક ભાગોને ઍક્સેસ કરવા માટે તમારા મૂળ યૂઝર ID અને પાસવર્ડને ફરીથી દાખલ કરવાની જરૂર પડશે.

ટ્રેકિંગ ટેક્નોલોજી ઇન્ટરનેટ ડોમેન અને હોસ્ટના નામો; ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) ઍડ્રેસ; બ્રાઉઝર સૉફ્ટવેર અને ઑપરેટિંગ સિસ્ટમના પ્રકારો; ક્લિકસ્ટ્રીમ પેટર્ન્સ; અને તારીખો અને સમય જેવો ડેટા રેકોર્ડ કરી શકે છે જે અમારી સાઇટ/એપ્લિકેશન દ્વારા ઍક્સેસ કરવામાં આવે છે. અમારી કૂકીઝનો ઉપયોગ અને અન્ય ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ અમને અમારી વેબસાઇટ/એપ્લિકેશનો અને તમારા વેબ અનુભવને સુધારવાની સવલત આપે છે. અમે વલણો અને આંકડાકીય માહિતી માટે તેવી માહિતીનું વિશ્લેષણ કરી શકીએ છીએ જેમાં વ્યક્તિગત ડેટા નથી.

અમારી કૂકીઝના ઉપયોગ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને અમારી કૂકી પૉલિસીનો સંદર્ભ લો

માહિતી શેર કરવી અને જાહેર કરવી

અમે તમારા વ્યક્તિગત ડેટાની ઍક્સેસને એવા કર્મચારીઓ સુધી સીમિત કરીએ છીએ જેમને અમારું માનવું છે કે અમારા પ્રૉડક્ટ્સ અથવા સેવાઓ પ્રદાન કરવા, સંચાલન, વિકાસ અથવા સુધારવા માટે તેમણે પોતાના કાર્યોને પૂર્ણ કરવા માટે આ ડેટાને યોગ્ય રીતે જાણવાની જરૂર છે.

તમારો વ્યક્તિગત ડેટા સમ્માન કેપિટલ દ્વારા અન્ય લોકો અથવા બિન-સંલગ્ન કંપનીઓને ભાડે આપવામાં આવતો નથી, વેચવામાં આવતો નથી કે વહેંચવામાં આવતો નથી, સિવાય: તમે વિનંતી કરેલી પ્રૉડક્ટ્સ અથવા સેવાઓ પ્રદાન કરવા માટે, જ્યારે તમારા દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય અથવા નીચેની પરિસ્થિતિઓ હેઠળ: અમે જે ગોપનીયતા કરાર હેઠળ સમ્માન કેપિટલ વતી અથવા તેના વતી કામ કરે છે તેવા વિશ્વસનીય ભાગીદારોને ડેટા પ્રદાન કરીએ છીએ. આ કંપનીઓ સમ્માન કેપિટલ અને અમારા માર્કેટિંગ પાર્ટનર્સની ઑફર્સ વિશે સમ્માન કેપિટલને તમારો સંપર્ક કરવામાં મદદ કરવા માટે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકે છે. જો કે, આ કંપનીઓ પાસે આ ડેટા શેર કરવાનો કોઈ સ્વતંત્ર અધિકાર નથી.

અમે "જરૂરિયાત મુજબ" આધારે તમારી સાથે ટ્રાન્ઝૅક્શન પ્રોસેસ કરવા માટે અથવા કમ્યુનિકેટ કરવા માટે સમ્માન કેપિટલ અને/અથવા તેની ગ્રુપ કંપનીઓ/સહયોગીઓના એજન્ટો અથવા કોન્ટ્રાક્ટરોને તમારી વ્યક્તિગત માહિતી આપી શકીએ છીએ. તમારા ઉપરોક્ત ડેટાનો ઉપયોગ અમારા બજાર, ગ્રાહકો, ઉત્પાદનો અને સેવાઓના મૂલ્યાંકન અને વિશ્લેષણ માટે કરી શકાય છે અને લોકો જે રીતે અમારી સેવાઓનો ઉપયોગ કરે છે તેને સમજવા માટે કરી શકાય છે જેથી અમે તેમાં સુધારો કરી શકીએ અને નવા ઉત્પાદનો અને સેવાઓ વિકસાવી શકીએ. જો કે, એજન્ટોએ માહિતી ગોપનીય રાખવાની રહેશે અને સમ્માન કેપિટલ અને/અથવા તેની ગ્રુપ કંપનીઓ/સહયોગીઓ માટે તેઓના કાર્ય સિવાય અન્ય કોઈપણ હેતુ માટે માહિતીનો ઉપયોગ કરશે નહીં.

અમે અમારી અન્ય સંસ્થાઓની લેટેસ્ટ ઑફરની વિગતો પ્રદાન કરવા માટે સમ્માન કેપિટલ અને/અથવા તેના સહયોગીઓ સાથે તમારો વ્યક્તિગત ડેટા શેર કરી શકીએ છીએ.

અમે કાયદાકીય કાર્યવાહી માટે અથવા અમારા કાનૂની અધિકારો સ્થાપિત કરવા અથવા તેનો ઉપયોગ કરવા અથવા જ્યાં સમ્માન કેપિટલ અને/અથવા તેની જૂથ કંપનીઓ/સહયોગીઓ વગેરેના અધિકારો અથવા સંપત્તિના રક્ષણ માટે જ્યાં જરૂરી બને છે ત્યાં કાનૂની દાવાઓ સામે બચાવ કરવા માટે અદાલતમાં હાજર રહેવાનો હુકમ, અદાલતના આદેશો, સરકારી અધિકારીઓ, કાનૂની પ્રક્રિયાઓ માટે કાયદાકીય અમલીકરણ અધિકારીઓને પ્રતિસાદ આપીએ છીએ.

અમારું માનવું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, છેતરપિંડીની શંકા, કોઈપણ વ્યક્તિની શારીરિક સુરક્ષા, સમ્માન કેપિટલની શરતોનું ઉલ્લંઘન જેવા સંભવિત જોખમો ધરાવતી પરિસ્થિતિની તપાસ, નિવારણ અથવા કાર્યવાહી કરવા માટે અથવા કાયદા દ્વારા જરૂરી હોય તેવી સ્થિતિમાં ડેટા શેર કરવો જરૂરી છે.

જો સમ્માન કેપિટલ અન્ય કંપની દ્વારા ખરીદી લેવામાં આવી હોય અથવા અન્ય કંપનીમાં ભળી ગઈ હોય તો અમે તમારા વિશે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ. આ સ્થિતિમાં, તમારો ડેટા ટ્રાન્સફર થાય તે પહેલાં સમ્માન કેપિટલ દ્વારા તમને સૂચિત કરવામાં આવશે તેમજ તે ભિન્ન પ્રાઇવસી પૉલિસીને આધિન રહેશે.

ડેટાના આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરની સંમતિ

જ્યારે તમે અમારી કોઈપણ સેવાઓનો ઉપયોગ કરો છો અથવા ભાગ લો છો અને/અથવા અમને તમારી વિગતો પ્રદાન કરો છો, ત્યારે આ ગોપનીયતા પૉલિસી સાથે સુસંગત પ્રક્રિયા કરવા માટે તમારો ડેટા ભારતની બહાર ટ્રાન્સફર કરી શકાય છે. કૃપા કરીને નોંધ કરો કે જે દેશોમાં તમારો ડેટા ટ્રાન્સફર કરી શકાય છે તેના ડેટા સુરક્ષા કાયદાનો સ્તર ઓછામાં ઓછા ભારતના સ્તરને સમાન રહેશે.

જો યુરોપિયન યુનિયન (EU) માં તમારા ડેટાની પ્રથમ પ્રક્રિયા કરવામાં આવે છે, તો આ ગોપનીયતા પૉલિસી સાથે સુસંગત પ્રક્રિયા માટે સમ્માન કેપિટલ ગ્રૂપ કંપનીઓ, સહયોગીઓ અને/અથવા વિશ્વસનીય ભાગીદારો સાથે શેર કરવા માટે તેને EU ની બહાર ટ્રાન્સફર કરી શકાય છે. જો કે, આવા ટ્રાન્સફર માત્ર ત્યારે કરવામાં આવશે જ્યારે તમારા ટ્રાન્સફર કરેલા ડેટાને સુરક્ષિત કરવા માટે યોગ્ય સુરક્ષાત્મક પગલાં અસ્તિત્વમાં હોય છે (દા.ત. – - જેમની સાથે ડેટા શેર કરવામાં આવશે તે સંબંધિત એન્ટિટીઝ સાથે કરારની કલમો).

સેવાઓ પરની થર્ડ-પાર્ટી લિંક અને કન્ટેન્ટ

અમારી સેવાઓ અમારા નિયંત્રણની બહારની થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ/એપ્લિકેશન્સ અને સેવાઓ સાથે જોડાઈ શકે છે. વધુમાં, તમારા દ્વારા કોઈપણ એપ્લિકેશન અથવા કોઈપણ સાઇટના ઉપયોગને કારણે અથવા અથવા કોઈપણ પક્ષ દ્વારા ઉપયોગ કરવામાં અસમર્થતાને કારણે, સીધી કે પરોક્ષ રીતે થતા (ખાસ, આકસ્મિક અથવા પરિણામી, શિક્ષાત્મક અથવા દાખલારૂપ નુકસાન અથવા ખર્ચ સહિત), કોઈપણ રીતે ઉદ્ભવતા, કોઈપણ નુકસાન માટે તેમજ કોઈપણ ઓનલાઈન એપ્લિકેશન, તેમાં ઉપલબ્ધ સામગ્રીઓ (સામગ્રી, ડેટા, મની માર્કેટ મૂવમેન્ટ, સમાચાર, વગેરે) અથવા સંકળાયેલ સેવાઓમાં કોઈપણ ક્ષતિ, ભૂલ, ચૂક, વિક્ષેપ, અપૂર્ણતા, ત્રૂટિ, દોષ અથવા અચોક્કસતા તથા તેવા અન્ય કારણોથી થતા નુકસાન અથવા ખર્ચ માટે, અથવા કોઈપણ એપ્લિકેશન અથવા તેના કોઈપણ ભાગ અથવા કોઈપણ સામગ્રી અથવા સંબંધિત સેવાઓની અનુપલબ્ધતાને કારણે, તેમજ સમ્માન કેપિટલને આવા નુકસાન અથવા ખર્ચની શક્યતા વિશે માહિતગાર કરવામાં આવેલ હોય તો પણ સમ્માન કેપિટલ, તેની ગ્રુપ કંપનીઓ, તેની સહયોગી કંપનીઓ તથા તેના ડાયરેકટરો અને કર્મચારીઓ જવાબદાર રહેશે નહીં.

સગીર

સાઇટ/એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારી વય ઓછામાં ઓછી (નીચેના ફકરામાં જણાવ્યા મુજબ) અથવા તેથી વધુ હોવી જોઈએ તે સાથે તમે સંમત થાઓ છો. આ માટે તમારી વય ઓછામાં ઓછી 16 વર્ષની હોવી જરૂરી છે, પરંતુ જો સ્થાનિક કાયદાઓ અનુસાર, સમ્માન કેપિટલ દ્વારા તમને કાયદેસર રીતે સાઇટ/એપ્લિકેશનમાં સેવાઓ પ્રદાન કરવામાં આવે તે માટે તમારી વય વધુ હોવી જોઈએ તો તે વયને ઓછામાં ઓછી age.In તરીકે માન્ય ગણવામાં આવશે. યુરોપિયન યુનિયનની બહારના તમામ અધિકારક્ષેત્રોમાં, જો તમારી વય 18 વર્ષથી ઓછી અથવા તમારા અધિકારક્ષેત્ર અનુસાર પુખ્તતાની વય કરતાં ઓછી હોય, તો તમારે સમ્માન કેપિટલનો ઉપયોગ તમારા માતાપિતા, કાનૂની વાલી અથવા જવાબદાર પુખ્ત વ્યક્તિની દેખરેખ હેઠળ કરવાનો રહેશે.

ડેટા રિટેન્શન

સમ્માન કેપિટલ દ્વારા પ્રોસેસ કરવામાં આવેલ તમારો વ્યક્તિગત ડેટા એવા સ્વરૂપમાં રાખવામાં આવે છે જે તમારા વ્યક્તિગત ડેટાને, લાગુ પડતી કાનૂની, નિયમનકારી, કરાર મુજબ અથવા વૈધાનિક જવાબદારીઓને અનુરૂપ પ્રક્રિયા માટે જરૂરી સમય કરતાં વધુ સમય માટે તમારી ઓળખને જાહેર કરતો નથી.

આવી અવધિની સમાપ્તિ પર, તમારો વ્યક્તિગત ડેટા કાનૂની/કરાર સંબંધિત જવાબદારીઓનું પાલન કરવા અથવા લાગુ વૈધાનિક મર્યાદા અવધિ અનુસાર હટાવવામાં અથવા આર્કાઇવ કરવામાં આવશે.

તમારી માહિતી પર નિયંત્રણ

અમે યુરોપિયન યુનિયનના સામાન્ય ડેટા સુરક્ષા નિયમન અનુસાર તમારા વ્યક્તિગત ડેટાને નિયંત્રિત કરવાની તમને ક્ષમતા પણ પ્રદાન કરીએ છીએ, જેમાં તમારા ડેટાને ઍક્સેસ કરવાનો, ફેરફાર કરવાનો, ભૂસી નાંખવાનો, પ્રતિબંધિત કરવાનો, ટ્રાન્સમિટ કરવાનો અથવા તમારા ડેટાના અમુક ઉપયોગો પર વાંધો ઉઠાવવાનો અધિકાર શામેલ છે.

તમે તમારી તમારી પ્રોફાઇલ અને સંબંધિત વ્યક્તિગત માહિતી કોઇપણ સમયે અપડેટ કરી શકો છો. ઉપરાંત, તમે અમને privacy@sammaancapital.com પર ઇમેઇલ કરીને વેબસાઇટ/એપ્લિકેશન અથવા સેવા દ્વારા એકત્રિત કરેલ તમારા વ્યક્તિગત ડેટાની સમીક્ષા શકો છો, અપડેટ શકો છો, સુધારો શકો છો, દૂર શકો છો અથવા વાંધો ઉઠાવી શકો છો

જો તમને તમારા વ્યક્તિગત ડેટાની ઍક્સેસ અથવા સુધારા સંબંધિત ગોપનીયતાની સમસ્યાઓ છે, તો કૃપા કરીને આ પૉલિસીના "ડેટા ગોપનીયતા સંબંધી મુદ્દાઓ અને કોનો સંપર્ક કરવો" તે વિભાગની અંદર ઉલ્લેખિત સંપર્ક માહિતી પર અમારો સંપર્ક કરો.

તમારી વિનંતીમાં, કૃપા કરીને સ્પષ્ટ કરો કે તમે કયા વ્યક્તિગત ડેટાને બદલવા માંગો છો, શું તમે તમારો વ્યક્તિગત ડેટા કે જે તમે અમને પ્રદાન કર્યો હતો તેને અમારા ડેટાબેઝમાંથી ખતમ કરી દેવા માંગો છે અથવા અન્યથા અમને જણાવો કે તમે અમને પ્રદાન કરેલા તમારા વ્યક્તિગત ડેટાના અમારા ઉપયોગ પર કેવી મર્યાદાઓ મૂકવા માંગો છો.

જ્યારે ઍક્સેસ અથવા વિનંતીઓ સંબંધિત મોટાભાગના પ્રશ્નો અને સમસ્યાઓને ઝડપથી ઉકેલી શકાય છે, ત્યારે જટિલ વિનંતીઓ માટે વધુ સંશોધન અને સમય લાગી શકે છે. આવા કિસ્સાઓમાં, સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે, અથવા તમને સમસ્યાની પ્રકૃતિ અને આગામી પગલાંઓ વિશે 30 દિવસની અંદર સંપર્ક કરવામાં આવશે.

સુરક્ષા અને ગોપનીયતા

સમ્માન કેપિટલ તમારા વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને સુરક્ષાના હેતુ માટે હંમેશા વાજબી સુરક્ષા પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ (જેમ કે વ્યવસ્થાપકીય, ઑપરેશનલ, ભૌતિક અને તકનીકી) નો અમલ કરે છે કારણ કે સમ્માન કેપિટલ માટે તે મહત્વપૂર્ણ છે. તમે અમને જે વ્યક્તિગત અને નાણાંકીય ડેટા પૂરા પાડ્યા છે તેને સુરક્ષિત રાખવા માટે સમ્માન કેપિટલ દ્રઢપણે પ્રતિબદ્ધ છે.

તમારા દ્વારા અમારી સાથે શેર કરવામાં આવેલ પ્રત્યેક ડેટાની સુરક્ષા અને ગોપનીયતા સમ્માન કેપિટલ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. અમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ તમારા કોઈપણ વ્યક્તિગત ઓળખ છતી કરે તેવા ડેટાનો, તમે જે હેતુઓ માટે સંમતિ આપો છો તે સિવાય ઉપયોગ કે તેને શેર કરવામાં આવશે નહીં. જો કે, તમારા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરવાના અમારા સઘન પ્રયત્નો છતાં, અમારી ઑનલાઇન સેવાઓ/એપ્લિકેશનોના માધ્યમથી તમારા દ્વારા અમને આપવામાં આવેલ કોઈપણ ડેટાની સુરક્ષાની ખાતરી સમ્માન કેપિટલ આપતું નથી. આ પ્રાઇવસી પૉલિસી સ્વીકારીને, આ પ્રકારે તમારો વ્યક્તિગત ડેટા તમારા પોતાના જોખમે આપવામાં આવે છે તમે તમે સ્વીકાર કરો છો.

છેલ્લે, તમને વિનંતી કરવામાં આવે છે કે અમારી કોઈપણ સેવાઓ માટે તમે જે યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરો છો તેની ગોપનીયતાને જાળવીને અમને તમારી ડેટાની ગોપનીયતાને સુરક્ષિત રાખવામાં અમારી મદદ કરો.

સોશિયલ મીડિયા

સમ્માન કેપિટલ ગ્રાહકોને જાણ કરવા, સહાય કરવા અને તેમની સાથે જોડાવા માટે કેટલાક સોશિયલ મીડિયા સાઇટ્સ પર ચૅનલ, પેજ અને એકાઉન્ટ્સ ચલાવે છે. સમ્માન કેપિટલ તેની પ્રોડક્ટ્સ અને સેવાઓમાં સુધારો કરવા માટે આ ચેનલો પર સમ્માન કેપિટલ વિશે કરવામાં આવતી ટિપ્પણીઓ અને પોસ્ટ્સની દેખરેખ રાખે છે અને તેની નોંધ કરે છે.

આ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી સમ્માન કેપિટલને નીચે જણાવેલ માહિતી ન મોકલવા વિનંતી:

  • sensitive personal data including (i) special categories of personal data meaning any data revealing racial or ethnic origin, political opinions, religious or philosophical beliefs, or trade union membership, and the processing of genetic data, biometric data for the purpose of uniquely identifying a natural person, data concerning health or data concerning a natural person's sex life or sexual orientation and (ii) other sensitive personal data such as criminal convictions and offences and national identification number ;
  • Excessive, inappropriate, offensive or insulting information towards individuals.

સમ્માન કેપિટલ વતી તેના કર્મચારીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી માહિતી સિવાય તે સાઇટ્સ પર પોસ્ટ કરેલી કોઈપણ માહિતી માટે સમ્માન કેપિટલ જવાબદાર નથી. સમ્માન કેપિટલ આવી સાઇટ્સ દ્વારા પ્રાપ્ત વ્યક્તિગત ડેટાના પોતાના ઉપયોગ માટે જ જવાબદાર છે.

સંમતિ

સંમતિ એટલે ઘણી વાર એક વ્યક્તિ દ્વારા તેમના વ્યક્તિગત ડેટાના ઉપયોગ માટે કરવામાં આવતી “ઑપ્ટ-ઇન” અથવા “ઑપ્ટ-આઉટ” પ્રકારની પસંદગી, તે સંમતિ સામાન્ય રીતે “ચેક બોક્સ” વડે અથવા વ્યક્તિ તેમના વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરવામાં આવશે તેમ સમજે છે અને સંમત થાય છે તેની પુષ્ટિ કરતા હસ્તાક્ષર વડે મેળવવામાં આવે છે. ઘણી વાર, ડેટા પ્રોસેસિંગ ઍક્ટિવિટી અનુસાર તમારી અભિવ્યક્ત લેખિત સંમતિની જરૂર પડી શકે છે. જ્યારે જરૂરી જણાય ત્યારે, અમે સંવેદનશીલ વ્યક્તિગત ડેટા સહિત તમારા વ્યક્તિગત ડેટાને ચોક્કસ રીતે એકત્ર કરવા, ઉપયોગ કરવા અથવા તેને પ્રોસેસ કરતા પહેલા, અથવા કોઈપણ તૃતીય પક્ષ સાથે તમારો વ્યક્તિગત ડેટા શેર કરતા પહેલા તમારી સંમતિ લઈએ છીએ (સંવેદનશીલ વ્યક્તિગત ડેટા એ તમારા વંશીય મૂળ કે સમુદાયની ઓળખ, રાજકીય મંતવ્યો, ધાર્મિક અથવા દાર્શનિક માન્યતાઓ, ટ્રેડ યુનિયનનું સભ્યપદ, આનુવંશિક માહિતી, બાયોમેટ્રિક ડેટા, આરોગ્ય સંબંધિત ડેટા અથવા લૈંગિક જીવન અથવા જાતીય અભિગમ સંબંધિત ડેટા જાહેર કરતો ડેટા છે); તમારો વ્યક્તિગત ડેટા તમારા વસવાટના દેશની બહાર મોકલવો; તમારા કમ્પ્યુટર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર વેબ કૂકીઝનો ઉપયોગ કરવો અથવા તેને રાખવી.

શું તમે બંધ કરવા માંગો છો

જો અમારી પાસે તમારી સંપર્ક માહિતી હોય, તો અમે ઇમેઇલ દ્વારા તમને અમારા ઉત્પાદનો, સેવાઓ અને કાર્યક્રમો વિશે જાણ કરી શકીએ છીએ. જો તમે સમ્માન કેપિટલ વિશે તાજા સમાચાર અને સેવાઓ વિશેની નવીનતમ માહિતી તથા આવી માર્કેટિંગ સામગ્રી મેળવવા નથી માંગતા, તો કૃપા કરીને unsubscribe@sammaancapital.com પર ઇમેઇલ કરો

જો કે, ડેટાને રોકવા અથવા સહમતિને પાછી ખેંચવાના પરિણામે કદાચ અમે તમને સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરી શકીશું નહીં અને અમે કોઈપણ જવાબદારીઓ અથવા આવા જેના હેઠળ વ્યક્તિગત ડેટાની માંગ કરવામાં એવા કોઈપણ કરારના સંબંધમાં યોગ્ય પગલાં લેવાનો અધિકાર અનામત રાખીએ છીએ.

અમે તમારી પસંદગીઓને શક્ય તેટલી જલ્દી અપડેટ કરીશું. જો કે, નોંધ કરશો કે, જો તમે અહીં વર્ણવ્યા મુજબ, અમારી ઈમેઇલ સૂચિમાંથી બહાર નીકળવા માંગો છો, તો અમે સમ્માન કેપિટલ અથવા અન્ય 3rd પાર્ટીઓના તમામ ડેટાબેઝમાંથી તમારો વ્યક્તિગત ડેટા દૂર કરી શકતા નથી. તે માટે, તમારે ઉપરોક્ત વિભાગમાં ઉલ્લેખિત તમારા ડેટાને ભૂસવા માટે વિનંતી કરવાની રહેશે (તમારા ડેટા પર નિયંત્રણ).

અસ્વીકૃતિ

યુઝરના અકાઉન્ટને લગતા કોઈપણ ડેટાની અજાણતા અથવા અન્યથા જાણ થવાને કારણે અને/અથવા ક્રેડિટ કાર્ડ્સ / ડેબિટ કાર્ડ્સ અને / અથવા તેમની ચકાસણી પ્રક્રિયા અને વિગતોનો ઉપયોગ કરતા ઑનલાઇન ટ્રાન્ઝેક્શન અથવા સંબંધિત ડેટા અથવા કાનૂની પ્રક્રિયાના અનુસંધાનમાં અથવા અન્યથા આ રીતે જાહેર કરાયેલ અને ઉપયોગમાં લેવાતા કોઈપણ ડેટાના સંદર્ભમાં કોઈપણ ભૂલ, ચૂક અથવા અચોક્કસતાને કારણે થયેલા કોઈપણ નુકસાન માટે સમ્માન કેપિટલ જવાબદાર રહેશે નહીં. સમ્માન કેપિટલ દ્વારા કોઈપણ ક્રેડિટ ડેબિટ કાર્ડની વિગતો સંગ્રહિત કરવામાં આવતી નથી. તમારા દ્વારા આપવામાં આવેલ કોઈપણ અન્ય વ્યક્તિગત અને સંવેદનશીલ વ્યક્તિગત ડેટા, જે રજિસ્ટ્રેશન સમયે સમ્માન કેપિટલ દ્વારા ફરજિયાત અથવા વૈકલ્પિક રીતે પૂછવામાં આવેલ ન હોય ; ઇચ્છાપૂર્વક અને ઇરાદાપૂર્વક માહિતી આપવી કહેવાય છે ; અને આવા ડેટાના ઉલ્લંઘન માટે સમ્માન કેપિટલ જવાબદાર રહેશે નહીં.

કોઈ કરારગત જવાબદારી નથી

કૃપા કરીને નોંધ કરો કે આ ગોપનીયતા પૉલિસી કોઈપણ પક્ષની વતી અથવા તેના વતી કોઈ કરાર અથવા અન્ય કાનૂની અધિકારો બનાવતી નથી, અથવા તે કરવાનો હેતુ ધરાવતી નથી.

બૌદ્ધિક સંપત્તિ હકો

કૃપા કરીને નોંધ કરો કે આ વેબસાઇટ/એપ્લિકેશનો (તમામ લખાણ, ગ્રાફિક્સ અને લોગો સહિત) પર અથવા તેના દ્વારા આપવામાં આવેલ તમામ માહિતીના સંબંધમાં તમામ અધિકારો (કૉપિરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ તેમજ અન્ય કોઈપણ બૌદ્ધિક સંપત્તિ અધિકાર સહિત) સમ્માન કેપિટલ પાસે રહેશે.

આ ગોપનીયતા નીતિમાં ફેરફારો

સમ્માન કેપિટલ કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના કોઈપણ સમયે આ ગોપનીયતા પૉલિસી અથવા અમારી કોઈપણ અન્ય પૉલિસીઓ/પ્રેક્ટિસને બદલવા અથવા અપડેટ કરવાનો અધિકાર અનામત રાખે છે; તેથી, તમને વિનંતી કરવામાં આવે છે કે તમે આવા કોઈપણ ફેરફારો વિશે જાણો છો તેની ખાતરી કરવા માટે તમે સમયાંતરે ગોપનીયતા પૉલિસીની સમીક્ષા કરો. આ ગોપનીયતા પૉલિસી સમ્માન કેપિટલ વેબસાઇટ અને સમ્માન કેપિટલ અરજીઓ અથવા સમ્માન કેપિટલ દ્વારા તેની સેવાઓ માટે ઉપયોગમાં લેવાતા અન્ય કોઈપણ મીડિયા પર એકસમાન રીતે લાગુ પડશે. કોઈપણ ફેરફારો અથવા અપડેટ્સ અમારી વેબસાઇટ પર www.sammaancapital.com પર પોસ્ટ કરવા પર તરત જ અસરકારક રહેશે.

ડેટાની ગોપનીયતાની સમસ્યાઓ અને તેના માટે કોનો સંપર્ક કરવો

આ તમને પ્રાઇવસી પૉલિસી વિશે કોઈ પ્રશ્નો, ટિપ્પણીઓ અથવા વિચાર હોય અથવા તમારો વ્યક્તિગત ડેટા કેવી રીતે સંભાળવામાં આવે છે તે જાણવા માંગતા હોવ, તો કૃપા કરીને અમારો privacy@sammaancapital.com પર સંપર્ક કરો

logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
અમારા વિશે
પ્રોડક્ટ
કેલક્યુલેટર
સંસાધન કેન્દ્ર
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
icon
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી