જનરલ
આ કરાર, આ સાઇટ (https://www.sammaancapital.com/ અને www.sammaancapital.com) નો ઉપયોગ કરવા માટે લાગુ પડતા નિયમો અને શરતો સેટ કરે છે અને સબસ્ક્રાઇબર દ્વારા સાઇટ (સામૂહિક રીતે "સમ્માન કેપિટલ સાઇટ્સ") હેઠળ રહેલી તમામ ઉપ સાઇટ્સ. "સબસ્ક્રાઇબર"નો અર્થ એ છે કે જે સમ્માન કેપિટલ સાઇટ્સના ઍક્સેસ અને ઉપયોગ માટે કનેક્શન ("એકાઉન્ટ") સ્થાપિત કરે અથવા ઍક્સેસ કરે છે.
ઉપયોગ કરવા અંગેની મર્યાદાઓ
સમ્માન કેપિટલની સાઇટ્સની માલિકી અને સંચાલન સમ્માન કેપિટલ લિમિટેડ, કે જે સમ્માન કેપિટલ ગ્રુપ કંપની છે, તેના દ્વારા કરવામાં આવે છે, તથા તેમાં રહેલી તમામ કે આંશિક સામગ્રી કંપની પાસેથી, તેની ગ્રુપ કંપનીઓ પાસેથી, વિવિધ સમાચાર એજન્સીઓ તથા (કન્ટેન્ટ પાર્ટનર) અને અન્ય સ્ત્રોતો પાસેથી મેળવવામાં આવેલ છે, અને તે આંતરરાષ્ટ્રીય કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક કાયદા દ્વારા સુરક્ષિત છે. સમ્માન કેપિટલની સાઇટ્સ પર રહેલી સામગ્રી અને માહિતીના ઉપયોગ અંગે સબસ્ક્રાઇબરને નીચે જણાવ્યા મુજબ નિયંત્રણો લાગુ પડે છે. જ્યાં વિશેષ અધિકાર આપવામાં આવ્યા હોય તે સિવાય, સબસ્ક્રાઇબર કોડ અને સૉફ્ટવેર સહિત, સમ્માન કેપિટલની સાઇટ્સ પરથી કોઈપણ રીતે કોઈપણ સામગ્રીમાં ફેરફાર, નકલ, પુનઃપ્રકાશન, અપલોડ, પોસ્ટ, ટ્રાન્સમિટ અથવા વિતરિત કરી શકતા નથી. સમ્માન કેપિટલ સાઇટ્સનો ઉપયોગ કરીને (આ અગ્રીમેન્ટ પ્રથમ વખત વાંચવા સિવાય), સબસ્ક્રાઇબર અહીંના તમામ નિયમો અને શરતોનું પાલન કરવા સંમત થાય છે. સમ્માન કેપિટલ સાઇટ્સનો ઉપયોગ કરવાનો અધિકાર સબસ્ક્રાઇબર પૂરતો વ્યક્તિગત છે અને તે કોઈ અન્ય વ્યક્તિ અથવા એન્ટિટીને ટ્રાન્સફર કરી શકાશે નહીં. સબસ્ક્રાઇબરના એકાઉન્ટના કોઈ પણ પ્રકારના ઉપયોગની જવાબદારી (કોઈપણ સ્ક્રીન નેમ અથવા પાસવર્ડ માટે) તેમજ ઉપયોગ દરમિયાન આ એગ્રીમેન્ટની જોગવાઈઓનું સંપૂર્ણપણે પાલન થાય તેની ખાતરી કરવાની જવાબદારી સબસ્ક્રાઇબરની રહેશે. જો સબસ્ક્રાઇબરના કોઈ પાસવર્ડ હોય, તો તેની ગોપનીયતાની સુરક્ષાની જવાબદારી સબસ્ક્રાઇબરની રહેશે. સમ્માન કેપિટલની સાઇટ્સના કોઈપણ પાસા અથવા સુવિધામાં કોઈપણ સમયે ફેરફાર કરવાનો અથવા બંધ કરવાનો અધિકાર કંપની પાસે રહેશે, જેમાં સામગ્રી, ઉપલબ્ધતાના કલાકો અને ઍક્સેસ અથવા ઉપયોગ કરવા માટે જરૂરી સાધનો તથા અન્ય બાબતોનો સમાવેશ થાય છે. બદલાયેલ શરતો કંપની સમ્માન કેપિટલની સાઇટ્સના, સબસ્ક્રાઇબરના ઉપયોગ માટે લાગુ પડતા નિયમો અને શરતોમાં ફેરફાર કરવાનો, અથવા તેના કોઈપણ ભાગમાં ફેરફાર કરવાનો અથવા નવી શરતો લાગુ કરવાનો, તથા તેના ઉપયોગ માટે ફી અને શુલ્ક લાગુ કરવાનો અધિકાર ધરાવે છે. આ પ્રકારના ફેરફારો, સુધારાઓ, ઉમેરો કે દૂર કરવામાં આવતી બાબતો જાણ કરવાની સાથે જ લાગુ થયેલ માનવામાં આવશે, તથા સમ્માન કેપિટલની સાઇટ પર, ઇ-મેઇલ અથવા ટપાલના માધ્યમથી કે સબસ્ક્રાઇબરને પ્રાપ્ત થઈ શકે તેવા અન્ય કોઈ માધ્યમથી જાણ કરવામાં આવી શકે છે. આ પ્રકારની સૂચના આપવામાં આવ્યા બાદ સબસ્ક્રાઇબર દ્વારા સમ્માન કેપિટલ સાઇટનો કોઈપણ ઉપયોગ કરવામાં આવે, તો સબસ્ક્રાઇબર દ્વારા આવા ફેરફારો, સુધારાઓ અથવા ઉમેરવામાં આવેલી બાબતોને સ્વીકારવામાં આવેલ છે તેમ માનવામાં આવશે.
ઉપકરણ
સમ્માન કેપિટલની સાઇટ્સના ઍક્સેસ અને ઉપયોગ માટે જરૂરી તમામ ટેલિફોન, કોમ્પ્યુટર હાર્ડવેર અને અન્ય સાધનો મેળવવાની અને તેની જાળવણીની તથા તેને લગતા તમામ શુલ્કની જવાબદારી સબસ્ક્રાઇબરની રહેશે.
વેબસાઇટ વપરાશની પૉલિસી
આ સમ્માન કેપિટલ લિમિટેડની અધિકૃત વેબસાઇટ છે અને તેની સંપૂર્ણ માલિકી સમ્માન કેપિટલ લિમિટેડની છે.
સમ્માન કેપિટલ લિમિટેડ માટે આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી સમ્માન કેપિટલ લિમિટેડ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે. વધુમાં સૂચિત કરવામાં આવે છે કે ઇન્ટરનેટ પર અન્ય કોઈપણ વેબસાઇટ દ્વારા સંસ્થા અથવા તેના ઉત્પાદનો વિશે આપવામાં આવેલ કોઈપણ માહિતી માટે સમ્માન કેપિટલ લિમિટેડ જવાબદાર રહેશે નહીં.
સમ્માન કેપિટલ લિમિટેડ આ વેબસાઈટ પર પ્રદર્શિત કોઈપણ ડેટા અથવા માહિતીની ગુણવત્તા, ચોકસાઈ અથવા સંપૂર્ણતા અંગે ન તો કોઈ ખાતરી આપે છે કે ન તો કોઈ રજૂઆત કરે છે તથા જો કોઈ અચોકસાઈ કે ભૂલ હોય, તો તે માટે સમ્માન કેપિટલ લિમિટેડ કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં.
સાઇટમાં સમયાંતરે ફેરફારો કરીને તેને અપડેટ કરવામાં આવી શકે છે, પરંતુ આ સાઇટ હંમેશા અથવા કોઈપણ સમયે તાજેતરના સુધારાઓ/માહિતી દર્શાવતી હશે તેવી ખાતરી સમ્માન કેપિટલ લિમિટેડ આપતું નથી.
વોરંટીને લગતું ડિસ્ક્લેમર: જવાબદારીની મર્યાદા
સમ્માન કેપિટલની સાઇટ્સનો ઉપયોગ સબસ્ક્રાઇબર પોતાના જોખમે કરે છે તે બાબત સાથે સબસ્ક્રાઇબર સ્પષ્ટપણે સંમત થાય છે. સમ્માન કેપિટલની સાઇટ્સ હંમેશા ઉપલબ્ધ રહેવા કે ભૂલ રહિત રહેશે તેવી ખાતરી કંપની, તેના સહયોગીઓ અથવા તેમના કોઈપણ કર્મચારીઓ, એજન્ટ્સ, થર્ડ પાર્ટી કન્ટેન્ટ પ્રદાતાઓ અથવા લાઇસન્સર્સ દ્વારા આપવામાં આવતી નથી ; કે તેઓ સમ્માન કેપિટલની સાઇટ્સના ઉપયોગથી મળતા પરિણામો અંગે કે સમ્માન કેપિટલની સાઇટ્સ દ્વારા પૂરી પાડવામાં આવેલ કોઈપણ માહિતી, સેવા અથવા મર્ચેન્ડાઇઝની ચોકસાઈ, વિશ્વસનીયતા અથવા સામગ્રી વિશે કોઈ ખાતરી આપતા નથી. સમ્માન કેપિટલની સાઇટ્સ “As Is” પ્રકારે, ટાઇટલની વોરંટી અથવા આ અગ્રીમેન્ટને લાગુ પડતા કાયદાઓ અનુસાર જે એકસકલુઝન દ્વારા સૂચિત થાય છે અને જેનું એકસકલુઝન, નિયંત્રણ અથવા ફેરફાર શક્ય નથી તેવી, ચોક્કસ હેતુ માટે ખરીદ/વેચાણ માટે તૈયાર હોવાની અથવા યોગ્યતાની ગર્ભિત વોરંટી વગેરે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કે ગર્ભિત પ્રકારની વોરંટી આપ્યા વિના, ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. વોરંટીને લગતું ડિસ્ક્લેમર, જે નિષ્ફળ રહેલા પરફોર્મન્સને કારણે, ભૂલ, બાકાત રહેવાને કારણે, વિક્ષેપને કારણે, કાઢી નાંખવાથી, ખામીને કારણે, ઓપરેશન અથવા ટ્રાન્સમિશનમાં વિલંબને કારણે, કમ્પ્યુટર વાયરસ, સંચાર લાઇનની કામ ન કરવાને કારણે, રેકોર્ડની ચોરી અથવા નાશ કરવા માટે અથવા અનધિકૃત ઍક્સેસ અથવા ફેરફાર કરવા માટે, પછી તે કરારના ભંગ માટે, હાનિકારક વર્તન માટે, બેદરકારી માટે અથવા કાર્યવાહીના અન્ય કોઈ કારણ માટે હોય, તેવા કારણે થતા કોઈપણ નુકસાન અથવા ઈજાને લાગુ પડે છે. કોઈ પણ સંજોગોમાં કંપની, અથવા કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી, જે સમ્માન કેપિટલની સાઇટ્સ અથવા સમ્માન કેપિટલની સાઇટ્સના સોફ્ટવેરના નિર્માણ, ઉત્પાદન અથવા વિતરણમાં સામેલ છે, તે સમ્માન કેપિટલની સાઇટ્સના ઉપયોગ અથવા ઉપયોગ કરવાની અસમર્થતાને કારણે પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, વિશેષ, પરિણામી અથવા શિક્ષાત્મક નુકસાન સહિત કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં. આથી સબ્સ્ક્રાઇબર દ્વારા સ્વીકારવામાં આવે છે કે આ વિભાગની જોગવાઈઓ સમ્માન કેપિટલની સાઇટ્સ પરની તમામ સામગ્રીને પણ લાગુ પડશે. ઉપર નિર્ધારિત શરતો ઉપરાંત, અને કારણ કે અવધિને ધ્યાનમાં લીધા વિના, સમ્માન કેપિટલની સાઇટ્સમાં સમાવિષ્ટ માહિતીમાં કોઈપણ ભૂલો, અચોક્કસતા, બાકાત રહેલ માહિતી અથવા માહિતીમાં અન્ય ખામીઓ અથવા બિનપ્રમાણભૂત માહિતી, અથવા યુઝર સુધી તે માહિતી પહોંચાડવામાં કોઈપણ વિલંબ અથવા વિક્ષેપ માટે, અથવા તેનાથી ઉદ્ભવતા અથવા તેના કારણે થતા કોઈપણ દાવા અથવા નુકસાન માટે કંપની, તેના સહયોગીઓ, ઇન્ફોર્મેશન પ્રોવાઇડરો કે કન્ટેન્ટ પાર્ટનર્સ જવાબદાર માનવામાં આવશે નહીં. કોઈપણ થર્ડ-પાર્ટી ક્લેઇમ અથવા નફામાં થયેલું નુકસાન, દંડાત્મક અથવા પરિણામી નુકસાન સહિત કોઈપણ પ્રકારના નુકસાનની જવાબદારી ઉપરોક્ત કોઈપણ પક્ષોની રહેશે નહીં. પૂરી પાડવામાં આવેલ માહિતીના આધારે લેવામાં આવેલ રોકાણના નિર્ણયો માટે કંપની, તેના સહયોગીઓ, ઇન્ફોર્મેશન પ્રોવાઇડરો કે કન્ટેન્ટ પાર્ટનર્સ જવાબદાર માનવામાં આવશે નહીં. કંપની, તેના સહયોગીઓ, ઇન્ફોર્મેશન પ્રોવાઇડરો કે કન્ટેન્ટ પાર્ટનર્સ કોઈપણ માહિતીની સમયસીમા, ક્રમબદ્ધતા, ચોકસાઈ અથવા પૂર્ણતાની વોરન્ટી કે ખાતરી આપતા નથી.