ફ્લોટિંગ રેટ લોન
બિઝનેસ સિવાયના અન્ય હેતુઓ માટે લોન લેવામાં આવે છે ત્યાં શૂન્ય પ્રીપેમેન્ટ / ફોરક્લોઝર ફી લાગુ.
જયારે લોન બિઝનેસના હેતુ માટે લેવામાં આવે છે, ત્યારે પૂર્વ-ચુકવણી પર નીચે જણાવેલ શુલ્ક લાગશે:
ફિક્સ્ડ અને ફ્લોટિંગ (ડ્યુઅલ રેટ) લોન
ફિક્સ્ડ વ્યાજ દરના સમયગાળાની સમાપ્તિ પછી લોનને ફ્લોટિંગ વ્યાજ દર લોનમાં રૂપાંતરિત કર્યા પછી પૂર્વ-ચુકવણીઓ માટે કોઈ પૂર્વચુકવણી ફી ચૂકવવાપાત્ર રહેશે નહીં, એ શરતને આધિન કે લોન બિઝનેસ સિવાયના હેતુ માટે મેળવવામાં આવેલી હોય.
લોનના ફિક્સ્ડ વ્યાજ દરના સમયગાળા દરમિયાન કરેલ કોઈપણ પૂર્વ-ચુકવણી અને/અથવા જો લોન બિઝનેસના હેતુ માટે લેવામાં આવેલી હોય, તો પૂર્વ-ચુકવણી પર નીચે જણાવ્યા મુજબના શુલ્ક લાગુ થશે:
ફ્લોટિંગ રેટ લોન અને ફિક્સ્ડ અને ફ્લોટિંગ (ડ્યુઅલ રેટ) લોન
પાછલા 12 મહિનાની અંદર કરવામાં આવેલી તમામ પૂર્વચુકવણીઓ સહિત મુદ્દલની બાકી (POS) રકમના 25% સુધીની તમામ કરેલી પૂર્વ-ચુકવણીઓ માટે કોઈ પ્રીપેમેન્ટ ફી લાગુ પડતી નથી.
પાછલા 12 મહિનાની અંદર કરવામાં આવેલી તમામ પૂર્વચુકવણી સહિત પૂર્વચુકવણીની રકમ મુદ્દલની બાકી (POS) રકમના 25% થી વધી જાય, તો POS ના 25% થી વધુ કરાયેલી પૂર્વચુકવણી રકમ પર લાગુ પડતી પૂર્વચુકવણી ફી લાગશે.
ફોરક્લોઝર ચુકવણી પર લાગુ થતી પૂર્વચુકવણી / ફોરક્લોઝર ફીમાં પાછલા 12 મહિનાની અંદર કરવામાં આવેલ તમામ પૂર્વચુકવણીઓનો સમાવેશ થશે.
પ્રથમ વિતરણની તારીખથી શરૂઆતના 2 વર્ષ માટે 5% અને ત્યારબાદ 3% નું પૂર્વચુકવણી / ફોરક્લોઝર ફી લાગુ પડે છે; સિવાય કે કરજદારના લોન કરારમાં ખાસ કરીને ઉલ્લેખિત કરેલ હોય..
પૂર્વચુકવણી માટે કોઈ લૉક-ઇન સમયગાળો નથી, સમયાંતરે અધિકારીઓ દ્વારા નિર્ધારિત કરાયેલ, પૂર્વચુકવણી / ફોરક્લોઝર ફી પર લાગુ પડતા ટેક્સ વસૂલવામાં આવશે.
પૂર્વચુકવણી / ફોરક્લોઝર ફી અને વિગતો
પ્રથમ વિતરણની તારીખથી શરૂઆતના 2 વર્ષ માટે 5% અને ત્યારબાદ પૂર્ણ પ્રી-ક્લોઝર પર 3% ની પૂર્વચુકવણી / ફોરક્લોઝર ફી લાગુ થાય છે, સિવાય કે કરજદારના પ્રકારને ધ્યાનમાં લીધા વિના કરજદારના લોન કરારમાં ખાસ કરીને ઉલ્લેખ કરેલ હોય